divyabhaskar.co.in · Feb 17, 2026 · Collected from GDELT
Published: 20260217T031500Z
.મોટી ઘટનામાં રાજસ્થાનના ભીવાડીમાં કેમિકલ અને ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થતાં 8 મજૂરોનાં કમકમાટીભર્યાં મોત થયાં હતા. મજૂરોના હાડપિંજર જ મળ્યા હતા. કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે કોંગ્રેસ પર જ પ્રહાર કરતાં રાજકારણ ગરમાયું છે. ભારતની એક યુવતીને અમેરિકાના સેક્સ કૌભાંડી જેફરી એપસ્ટીને શિકાર બનાવી હોવાનો ઘટસ્ફોટ ફાઈલમાં થયો છે. હરદીપ પુરી પછી મોદી સરકારમાં મંત્રી રહેલા પૂર્વ સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનનું નામ સામે આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો રાજકોટની ઘટનામાં થાર ચાલકે દંપતીને હડફેટે લીધું હતું. થાર ચાલક દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું છે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર1. 17 ફેબ્રુઆરીથી રમઝાન મહિનાની શરૂઆત થઈ રહી છે2. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુંબઈમાં મુલાકાત3. બાંગ્લાદેશમાં તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં, ભારત તરફથી લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજરી આપશે.4. નિસાનની સબ-4 મીટર MPV 'ગ્રેવાઇટ' કાર લોન્ચ કરવામાં આવશે.5. દિલ્હી હાઇકોર્ટ પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની અરજી ઉપર ચુકાદો આપશે📰 કાલના મોટા સમાચારો1. રાજસ્થાનમાં કેમિકલ-ફટાકડા ફેક્ટરીમાં આગ, 8નાં મોત:ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતા હતા, પ્લાસ્ટિકની બેગમાં ભેગા કર્યા બોડી પાર્ટ્સ; ત્રણ મૃતકોની ઓળખ થઈરાજસ્થાનના ભીવાડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક એક શક્તિશાળી વિસ્ફોટ થયો. આઠ કામદારો જીવતા બળી ગયા, જ્યારે ચાર અન્ય ગંભીર રીતે દાઝી ગયા. તેમને દિલ્હીના AIIMSમાં રિફર કરવામાં આવ્યા છે.મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા, જેમાં ઘણા લોકોના હાડપિંજર બાકી રહ્યા હતા. શરીરના ભાગોના ટુકડા વેરવિખેર મળી આવ્યા હતા. બચાવ ટીમોએ આ ટુકડાઓ પોલીથીન બેગમાં એકત્રિત કર્યા હતા.સોમવારે સવારે 9:30 વાગ્યે ખુશખેડા કરૌલી ઔદ્યોગિક વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. પોલીસે ફેક્ટરી મેનેજર અભિનંદનની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર2. 'પવન ખેડા તો જયરામ રમેશના 'પોપટ' છે':કોંગ્રેસનેતા મણિશંકર અય્યરે કહ્યું- થરૂરને વિદેશમંત્રી બનવું છે, સ્ટાલિન INDIA બ્લોક સંભાળી શકે છેકોંગ્રેસ નેતા મણિશંકર અય્યર સોમવારે કહ્યું કે INDIA બ્લોકને મજબૂત કરવા માટે એમકે સ્ટાલિન સૌથી યોગ્ય નેતા છે, જ્યારે રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે. અય્યર એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર એન્ટી-પાકિસ્તાન છે. તેઓ આગામી વિદેશ મંત્રી બનવા માંગે છે.અય્યર પવન ખેડાને પ્રવક્તાની જગ્યાએ 'પોપટ' ગણાવ્યા. તેમણે કહ્યું- પવન ખેડા તે જ પુનરાવર્તન કરે છે, જે જયરામ રમેશ તેમને કહે છે. આ પછી પવન ખેડાએ X પર લખ્યું- મણિશંકર અય્યરનો છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી. તેઓ પોતાની વ્યક્તિગત ક્ષમતાથી બોલે છે અને લખે છે. વાંચો સંપૂર્ણ સમાચાર3. સુપ્રીમે કહ્યું- લગ્ન પહેલાં ફિઝિકલ રિલેશન કેવી રીતે શક્ય?:કદાચ અમે જૂના વિચારોના હોઈશું પણ છોકરો-છોકરી અજાણ્યા હોય, એકબીજા પર ભરોસો ન કરવો જોઈએસુપ્રીમ કોર્ટે સોમવારે બળાત્કારના આરોપો સાથે સંકળાયેલા એક કેસમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધોને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું. જસ્ટિસ બી.વી. નાગરત્નાએ કહ્યું કે અમે એ સમજી શકતા નથી કે એક છોકરો અને છોકરી લગ્ન પહેલાં શારીરિક સંબંધો કેવી રીતે બાંધી શકે છે.જસ્ટિસ નાગરત્નાએ કહ્યું- કદાચ અમે જૂના વિચારોના હોઈશું, પરંતુ લગ્ન પહેલાં છોકરો અને છોકરી અજાણ્યા હોય છે. તમારે ખૂબ સાવચેત રહેવું જોઈએ. લગ્ન પહેલાં કોઈના પર પણ ભરોસો ન કરવો જોઈએ.વાંચો સંપૂર્ણ સમાચાર4. ભારતની દીકરી પણ એપસ્ટીનનો શિકાર બની, ચોંકાવનારા ઘટસ્ફોટ; પીડિતાને વળતર આપવા અમેરિકન અધિકારીઓએ શોધખોળ કરી; પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનો પણ ઉલ્લેખયૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંબંધિત નવી ફાઇલોમાં ખુલાસો થયો છે કે એક ભારતીય છોકરી પણ તેનો શિકાર બની હતી. દસ્તાવેજો અનુસાર, અમેરિકી અધિકારીઓએ તેને પીડિત વળતર ફંડમાંથી ચુકવણી અપાવવા માટે ભારતમાં શોધખોળ શરૂ કરી હતી.13 જાન્યુઆરી 2020ના એક ઇમેઇલમાં અમેરિકી અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત સામે આવી છે. જેમાં ભારતમાં હાજર પીડિતાનું સરનામું અને માહિતી એકત્રિત કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી ભારત સ્થિત અમેરિકી દૂતાવાસ દ્વારા તેનો સંપર્ક કરી શકાય.આ ઇમેઇલ એપસ્ટીનના ઓગસ્ટ 2019માં જેલમાં થયેલા મૃત્યુ પછીનો છે. રિલીઝ કરાયેલા દસ્તાવેજોમાં આ મેઇલનું ટાઇટલ ‘એપસ્ટીન વિક્ટિમ્સ’ છે, જોકે, અધિકારીઓના નામ અને કેટલીક માહિતી છુપાવી દેવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર5. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા:SIRમાં બેદરકારી- સત્તાના દુરુપયોગના આરોપ; ECએ કહ્યું- મતદાર યાદીનું કામ સંવેદનશીલચૂંટણી પંચ (ECI) એ પશ્ચિમ બંગાળમાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. તમામ પર SIR (Special Intensive Revision) માં ગંભીર બેદરકારી, જવાબદારીની અવગણના અને સત્તાઓના દુરુપયોગનો આરોપ છે. પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપ્યા છે.પંચે કહ્યું છે કે મતદાર યાદી સંબંધિત કામ ખૂબ જ સંવેદનશીલ છે. તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે અધિકારોનો દુરુપયોગ ચલાવી લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ આવી બેદરકારી પર કડક કાર્યવાહી ચાલુ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર6. રાજકોટમાં પીધેલા થારચાલકે એક્ટિવા સવાર દંપતીને ઉડાવ્યું, CCTV:રિવર્સમાં લઈ ભાગતી સમયે અન્ય એક યુવકને પણ ફંગોળ્યો, પોલીસે નબીરાને દબોચ્યોરાજકોટમાં શહેરમાં નબીરાએ નશો કરેલી હાલતમાં બેફામ સ્પીડે થાર ચલાવી એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું.અકસ્માત સર્જયા બાદ ત્યાં ઉભા રહેવાના બદલે રિવર્સમાં પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો. આ સમયે અન્ય લોકોએ તેને રોકવાનો પ્રયાસ કરતા એકને ફંગોળ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે 27 વર્ષીય યુવક મિલન માલાને ઝડપી પાડ્યો છે.રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શનિવારે 7.35 વાગ્યા આસપાસ ઉમિયા ચોક નજીક એક કાળા કલરની મહિન્દ્રા થાર ગાડી પુરપાટ ઝડપે આવી રહી હતી. જેને અચાનક જ ડાબી તરફ વળાંક લેતા સામેથી એક્ટિવામાં સવાર દંપતીને અડફેટે લીધું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ તેઓને સામાન્ય ઇજા પહોંચી હતી. દરમિયાન કાર ચાલક અકસ્માત સર્જી તરત કાર 150 ફૂટ રિંગ રોડ તરફ જ આગળ ચલાવી નાસી છૂટ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર7. ચિરાગ પર ચપ્પલ ફેંકાયા, ફાટેલા કપડાં ને સુરતીઓનો ટપલી દાવ:'નરાધમને ફાંસી આપો'ના બેનર, રિકન્સ્ટ્રક્શનમાં પોલીસે ગોટીને માંડ બચાવ્યો; ઢોલ વગાડી ફટાકડા ફૂટ્યાંસુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર અને 'તાલિબાની' સજા આપી નિર્દોષોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતો તેમજ ધક્કા-મુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર🎭 આજનું કાર્ટૂન⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં1.નેશનલ : દિલ્હી બ્લાસ્ટનું ‘ડોક્ટર કનેક્શન’:5 ડોક્ટરએ બનાવ્યું 'અંસાર અંતરિમ' આતંકી સંગઠન, 2016માં કટ્ટરપંથી વિચારધારા અપનાવી, વ્હાઇટ કોલર મોડ્યુલનો હેતુ હુમલો કરવાનો વાંચો સંપૂર્ણ સમાચાર2.ઈન્ટરનેશનલ : રહેમાન સરકાર બાંગ્લાદેશમાં યુનુસ વિરુદ્ધ તપાસ પંચ બેસાડી શકે છે:18 મંત્રીઓની સંપત્તિમાં વધારો; યુનુસની પ્રોપર્ટી ₹12 કરોડ થઈ, પેરિસ જવાની તૈયારીમાં વાંચો સંપૂર્ણ સમાચાર3.નેશનલ : પીએમ મોદીએ AI ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું:300થી વધુ કંપનીઓના અદ્યતન ગેજેટ્સનું પ્રદર્શન; કૃષિ, શિક્ષણ અને આરોગ્ય પર ફોકસ રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર4.ઈન્ટરનેશનલ : કિમ-જોંગની બહેન કે દીકરી દેશની આગામી તાનાશાહ કોણ?:નિષ્ણાતોએ કહ્યું- ભાઈ જેટલી જ ખુંખાર; રાષ્ટ્રપતિ સિવાય બધાને ફાંસી આપી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર5.બિઝનેસ : ચાંદી આજે ₹1,486 સસ્તી થઈ, ₹2.41 લાખ ભાવ પહોંચ્યો:18 દિવસમાં ₹1.45 લાખ ઘટી; સોનું ₹1,333 વધીને ₹1.54 થયું વાંચો સંપૂર્ણ સમાચાર6.સ્પોર્ટ્સ : ઈશાન કિશનની લવ સ્ટોરી અંગે દાદાએ સસ્પેન્સ ખોલ્યું:લગ્ન માટે રાખી એક શરત, ઇન્ટરકાસ્ટ મેરેજને 'હા' પાડી, 6 વર્ષ ડેટિંગ બાદ હવે ગુંજશે લગ્નની શરણાઈ વાંચો સંપૂર્ણ સમાચાર7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે સૂર્યગ્રહણ:ભારતમાં ગ્રહણ ન દેખાતા સૂતક નહીં લાગે, જાણો મહા અમાસ પર દિવસભર કયા કયા શુભ કાર્યો કરવા વાંચો સંપૂર્ણ સમાચાર🗣️ ચર્ચિત નિવેદન😲 અજબ ગજબલગ્નમાં નોટોનો વરસાદગુજરાતના મહેસાણામાં ભાજપ મહિલા પક્ષના સભ્યના ભત્રીજાના લગ્નમાં લાખો રૂપિયાની ચલણી નોટો હવામાં ઉછાળવામાં આવી હતી. આનાથી હંગામો મચી ગયો હતો, લોકો ઉડતી નોટોને પકડવા માટે દોડાદોડી કરી હતી અને ઊંચી ઇમારતો પરથી કૂદી પડ્યા હતા.📸 ફોટો, જે પોતે સમાચાર છે🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ1. આજનું એક્સપ્લેનર:સોનાનો ભાવ ફરી 90 હજારથી 1 લાખ થવાની સંભાવના, રશિયાએ અમેરિકાને એવી ઓફર આપી કે ભારતમાં સોનું સસ્તું થઈ જશે2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ગોઠવણ થઈ અને ભાજપ MLAની જમીનના ભાવ ઊંચકાયા:કલેક્ટરે 29 દિવસમાં ફાઇલ પાસ કરી, જમીન ગુમાવનારના લિસ્ટમાંથી વરમોરાનું નામ ગુમ, જુઓ પુરાવા3. મંડે મેગા સ્ટોરી : 114 રાફેલની ડીલ કેમ જરૂરી:એરફોર્સ પાસે 13 સ્ક્વોડ્રન ઓછી, ભવિષ્યમાં હજુ ઘટશે; પાકિસ્તાન-ચીનનો એર પાવર કેટલો મજબૂત4. 'ભારતને બાંગ્લાદેશી હિન્દુઓની ચિંતા નથી':BNPના હિન્દુ સાંસદ બોલ્યા- હસીનાના શાસનમાં ત્રાસ મળ્યો, ત્યારે ઈન્ડિયાએ કંઈ ન કહ્યું5. પારકી પંચાત ‘લાગશે વાર પણ આવશે મજા’:સ્ટાઇલમાં ડાયલોગ મારી નેતાજી જવાબદારીમાંથી છટક્યા, રીવાબાની કડકાઇ જુઓ, કોન્ટ્રાક્ટરને રોડ પર જ ઝાલી લીધા6. પાકિસ્તાની સ્ટારની ધોળા દિવસે હત્યા!:'તું મળવા કેમ ન આવી?' કહી પ્રેમીએ 17 વર્ષની સના યુસુફને ગોળીએ વીંધી નાખી, રૂમની એ છેલ્લી મિનિટો હચમચાવી દેશે7. Editor's View: પાકિસ્તાનને 11-KVનો ઝટકો:સાઉદીના ખોળે બેસવા જતાં UAEએ ટેન્શન વધાર્યું, એક મહિનાની ડેડલાઇનથી શાહબાઝ-મુનીરને રેલો, ખાડી દેશો ભારત તરફ વળ્યા🌍 કરંટ અફેર્સ⏳ આજના દિવસનો ઈતિહાસ📊 માર્કેટની સ્થિતિ🌦️ મોસમનો મિજાજમંગળવારનું રાશિફળ:સિંહ રાશિની મહિલાઓ માટે આજનો દિવસ વિશેષ લાભદાયી, મીન રાશિના લોકોને અપેક્ષા કરતા વધુ નફો થશે વાંચો સંપૂર્ણ રાશિફળ